એ ભલે કાનો વગાડે હોઠ થી પણ,
વાંસળી ના સૂર નો છે સાદ રાધા.
આંગળી થી એ ઉપાડી લે છે પર્વત.
ને નમે છે માત્ર ત્યાં એ યાદ રાધા.
કાન રાધા છે સમાનાર્થી જગત માં,
પ્રેમ નો સાચો અર્થ અનુવાદ રાધા.
પ્રીત એની કોઈ જાણી ક્યાં શકે છે!
ત્યાગ નો બલિદાન નો છે,નાદ રાધા.
વિપુલ બોરીસા
No comments:
Post a Comment