હું જ તારી આંખનો ઉન્માદ રાધા !
આંસુઓને ક્યાં હવે ફરિયાદ રાધા !
એકવારે ભોળવીને સાદ રાધા !
લૈ હું આવું આભ ને વરસાદ રાધા !
હું અધર પર બંસરીના સૂર છેડું,
માન તું છે એ આપણો સંવાદ રાધા !
કાન્હ તારો, કૃષ્ણ તારો, શ્યામ તારો,
ના હવે છે કોઇ તારા બાદ રાધા !
રાગ હું, વૈરાગ્ય હું, ગીતા ય હું, પણ,
તું જગતનો સંદેશ ને અનુવાદ રાધા !
Dt : 15 /8/2017 * નિશિ *
No comments:
Post a Comment