બળ હોય બાવડામાં આવો ગણીગણીને,
પાકા થયા અમે પણ ઘાવો ખમીખમીને.
આ આયખા ઉપર જો જામી છે લીલ કેવી,
કાયમ રહું છું ભીનો આસું ઝમીઝમીને.
ખેલી ગયા કળાથી એ બેવડી રમત લો,
ઘાવો ઘણાય દીધા અમને અડીઅડીને.
મંઝિલ તો સામને પણ રસ્તા ભુલામણીના,
જ્યાંથી શરૂ સફર ત્યાં આવું ફરીફરીને.
જો હોય આપવું તો જીવન સરળ દઈ દે,
બસ જીવવું નથી રબ કાયમ મરીમરીને.
"જયલા"
No comments:
Post a Comment