Tuesday, 8 August 2017

કાવ્ય ત્રિપદી

કોક  (ત્રિપદી)

કોક હેરે,
કોક ઘેરે,
કોક લ્હેરે!

કોક આવે,
કોક જાવે,
કોક ઠેરે!

કોક વીંધે,
કોક પ્રોવે,
કોક પ્હેરે!

કોક ઊભે,
કોક ડૂબે,
કોક લ્હેરે!

કોક આછું
કોક પાછું
કૈં ઉમેરે!

- રાજેન્દ્ર શુક્લ

No comments:

Post a Comment