ભોર, સંધ્યામાં છુપાયા રંગ, સિંદુરી ગગન,
ગીતડાં લલકારતાં વિહંગ, સિંદુરી ગગન.
છમ છમક છમ ટપ ટપાકી તાલ પર નાચી ધરા,
ગડગડાટો, વીજળી પણ સંગ, સિંદુરી ગગન.
જો ધનુષે પણ કરામત સાત રંગોની કરી,
ને વસુધાને બનાવી દંગ, સિંદુરી ગગન.
જળ, ધરા, વાદળ, શશી, ભાનુ, વસંતી વાયરા,
કુદરતી પરિવાર નોખો ઢંગ, સિંદુરી ગગન.
માનવી ! તું ઠાલવી કચરો ન કર મેલું ગગન,
રંગમાં શાને પડાવે ભંગ, સિંદુરી ગગન.
ગુણવંત વૈદ્ય.
No comments:
Post a Comment