Tuesday, 8 August 2017

ગઝલ

##રક્ષાબંધન નિમિતે##

હેતનો દરિયો સમાઈ જાય છે,
લાગણીના બંધ તૂટી જાય છે.

બેનના મનમાં હરખના દીવડા,
ભાઈની આંખો ભરાઈ જાય છે.

ફાટલી છે યાદની જે ગાંઠડી
રાખડી થૈને સિવાઈ જાય છે.

બાળપણમાં ખીલખીલાતી ગલી,
યાદના દરિયે તણાતી જાય છે.

બેન હાથે તાંતણા બાંધે પછી
જન્મનો નાતો બંધાઈ જાય છે.

-સંદિપ ભાટીયા "કવિ"

No comments:

Post a Comment