Tuesday, 8 August 2017

ગીત

આજ તને ભીનો ભીનો કાગળ લખું
અશ્રુધાર રડું ને પછી વાદળ લખું
આજ તને ભીનો ભીનો કાગળ લખું

એક એક પળ તારી યાદ લઈ આવે
જાણે આખી મૌસમ વરસાદ લઈ આવે
શબ્દે શબ્દોમાં  વિરહને આલેખું
આજ તને ભીનો ભીનો કાગળ લખું .....

વિશ્વાસમાં ભરી શ્વાસ બેઠો છું રાહ જોઈ
કેશ થયા  છે ધોળા , મારી જિંદગી રોઈ
વાચી શકે તો વાંચજે શ્વાસે શ્વાસે વલખું
આજ તને ભીનો ભીનો કાગળ લખું
અશ્રુધાર રડું ને પછી વાદળ લખું ....

મેવાડા ભાનુ " શ્વેત

No comments:

Post a Comment