બારણું મારૂં ખટખટાવે છે કોણ ?
જોરથી તેને હચમચાવે છે કોણ ?
સાચવું કેવું સરસ એને છતાં ,
પૂંછડી એની પટપટાવે છે કોણ ?
બોલવું જો હોય ના મુખથી કશું ,
આંખને ઠાલી મટમટાવે છે કોણ ?
આ તરસ તો છે ઘણા વર્ષોની મને ,
રોજ પ્યાલાઓ ઘટઘટાવે છે કોણ ?
કાંઇ મળવાનું નથી 'જશ' તો પછી ,
આમ આવીને મનમનાવે છે કોણ ?
જશુ પટેલ
૦૯-૦૮-૨૦૧૭
No comments:
Post a Comment