Friday, 11 August 2017

અછાંદસ

તમે
0
રવીન્દ્ર પારેખ
0
તમે ફૂલને પિંજરે પૂરી શકો,
તેની મહેકને નહીં.
તમે સમુદ્રને ગોંધી શકો,
પણ વરાળ તમારી જેલમાં નહીં રહે.
તમે સૂરજની કિલ્લેબંધી કરી શકો,
પણ તડકાનું શું કરશો?
ચંદ્ર તમારી હથેળીમાં રહેશે,
પણ તારાઓને ક્યાં રાખશો?
તમારી આણ દેહ પર વર્તાય
આત્મા પર નહીં.
તમારા પહેલા પણ રાજામહારાજાઓ
હતા જ ને!
એમની તો રજ પણ જડતી નથી.
અરે! જયાં દેવો નથી ટક્યા
ત્યાં તમે તે કઈ વાડીના મૂળા છો કે...
@

No comments:

Post a Comment