Friday, 11 August 2017

ગઝલ

---------------ગીત ------------------

હરિ, તમને કેમ લખવી કંકોતરી,
દશા ચાલે છે મારી શનિની અષ્ટોત્તરી !

હરિ, તમે છો ગ્રહ-નક્ષત્રના સ્વામી,
સીધી સદી વાતને કેમ સમજું હું કામી !

જન્મારામાં શ્વાસનું વસિયતનામું,
હુંજ મરું,હુંજ જીવું ,બીજું શું પામું?

હરિ,મારે તમને કેમ કરવા તેડા,
ઘણે,અહીં રોજ ભરાય છે  મેળા !

તમે  આવશો જયારે મુજ આંગણ,
શું આપી શકીશ હું માગણ ?

હરિ ,માનવ મહેરામણનું પૂરું કીડિયારું ,
નથી કોઈ દેખાતું અવર માટે જીવનારું !

અક્ષર શેં અજવાળું ખીલી આ સંધ્યા,
હરિ,મેં તમને વારંવાર છે વંદયા !

અસુઅન જલ સીંચી ઉગાડી લીલોતરી ,
હરિ,તમને હવે જરૂર મોકલીશ કંકોતરી !
-------------------------------------------
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત'
--------------------------------------------

No comments:

Post a Comment