Friday, 11 August 2017

ગઝલ

##ભીનાશ##

આંસુ આંજી નીકળી ; છે આંખમાં ભીનાશ,
આજ બાળો દેહ પણ છે રાખમાં ભીનાશ.

પ્રેમમાં કર્યા ઉધારા; છું હું દેવાદાર ,
તે છતાં આ દિલ તણી છે શાખમાં ભીનાશ.

ઊડવું તારા હૃદયના આભમાં બેફામ,
યાદની બુંદો ખરી ; છે પાંખમાં ભીનાશ.

આમતો એ બેવફા; જો! પોતુ મારી ગૈ છે!
સાફ સુથરી પ્રીતની છે ચાખમાં ભીનાશ.

ક્યારથી તું પણ કરે છે પક્ષપાતો આમ?
પ્રભુ હવે તારીય પણ છે પાખમાં ભીનાશ!

-સંદિપ ભાટીયા "કવિ"

No comments:

Post a Comment