*== શું કહું બીજું? ==*
મળું છું હું મને ઉદાસ નહી તો, શું કહું બીજું?
રમું છું હું જ અંદર રાસ નહી તો, શું કહું બીજું?
જીવનભર કેટલી ઘાતો સહીને પણ હજુ ધડકે
હૃદયનો એટલો વિકાસ નહી તો, શું કહું બીજું?
બે પંખો કાપીને દેવી પડી, પંખી હતું લાચાર ,
હશે એ વૃક્ષનો કંઇ ત્રાસ નહિ તો, શું કહું બીજું?
હવે પૂછે છે એ દિવસો વિતાવ્યા કેવી રીતે મેં,
નકો’ડા આંખના ઉપવાસ નહિ તો, શું કહું બીજું?
થવા આઝાદ શું બંધન હતું પગમાં, કરો ‘મંથન’,
વિચારોનો થયો છે દાસ નહી તો, શું કહું બીજું?
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment