Friday, 11 August 2017

ગઝલ

હૃદયમાં પ્રેમનું અંકુર નરમ વાવ્યું હતું કે શું?
પછી ઘરમાં બધે સુખને ગ્રહણ લાગ્યું હતું કે શું?

સહજતાથી સજાવ્યા શ્વાસ જેનું નામ લઈ ભીતર,
અચાનક બેવફાઈનું બિરુદ આપ્યું હતું કે શું?

અધરમાંથી સર્યા શબ્દો અદબથી ઝીલતા'તા જ્યાં,
ને એણે બેશરમ થઈ ધડ અભય માંગ્યું હતું કે શું?

હતી મોઘમ મુલાકાતો નવાબી ઠાઠસી રાતો,
નવી નક્કોર આંખોનું સપન ભાંગ્યું હતું કે શું?

ત્યજી સઘળી શરમ એને તમે રાધા ગણાવી'તી,
સુદામા સમ કહી ઉપનામ છાપ્યું હતું કે શું?

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment