*|| છંદ : તુંવેરી દોહા ||*
*શૈશવ સાંભરે......*
વીતેલા કેવા વરસ, શૈશવ કેરા સાથ,
હાથોમાં એ હાથ, સાંભરતાં જે ઠાકરા.
ઝૂલા ડાળે ઝૂલતા, બાઝે નાના બાળ
પાદર કેરી પાળ , સાંભરતાં જે ઠાકરા.
ખૂંદી વળતા ખેતરો, રઝળપટીની રાડ
ઝૂંડે ચડતા ઝાડ, સાંભરતાં જે ઠાકરા.
ખેલ મજાના ખેલતા, વગડે ગૂંજે વાત
રમતાં પડતી રાત, સાંભરતી જે ઠાકરા.
કૂવા કેરા કાંઠલે, નાવાનું નિત રોજ
મસ્તી કેરી મોજ, સાંભરતી જે ઠાકરા.
*~મનુ.વી.ઠાકોર "ઠાકરા"*
No comments:
Post a Comment