Tuesday, 8 August 2017

ગીત

ગીત:સાદ..

હૈયામાં પાળેલા ટહુકાને લાવીયે,
સાદ આપો તો મળવાને આવીયે.

આઘેરા ઉભા ઈ જુએ છે વાટ,
મિલનના સમણાએ ઢાળી છે ખાટ,
ગલગોટા આંગણમાં સંગાથે વાવીયે..
..સાદ આપો તો..(૧)

શ્રાવણની ઝરમરનું ભીતર રમખાણ,
વરસાદી વાદળ લેશે આ પ્રાણ,
ઋતુના સ્પંદનને રગમાં ઉતારીયે.
..સાદ આપો તો..(૨)

ભીંજાતા પંખીને પાંખોનો ઓછાડ,
સ્નેહના આલિંગનને ક્યારેક તો ઓઢાડ!
ગમતીલા કલરવથી જીવન શણગારીયે.

..સાદ આપો તો..(૩)

કાંટાળા કિરણોની બાંધી દઉં વાડ,
તારી ઈચ્છેલી સંધ્યાને ત્યાં તું ઉગાડ
માટીના અંધારે સૂરજ અજવાળીયે.
..સાદ આપો તો..(૪)

-શીતલ ગઢવી

No comments:

Post a Comment