Thursday, 17 August 2017

ગઝલ

મન મારું આ,ઝાંઝવાના ગઢ ક્યાંક ચણ્યા કરે નૈ,
ને એ પછી આંખ આગળ રણ કોઈ દોડ્યા કરે નૈ.

મન પર થયા છે ઊઝરડા બે-ચાર ઈચ્છા કરીને,
એને કહી દો સતત ઘાવો આમ દૂઝ્યા કરે નૈ.

કાગળની નાવ લઈ અમે તો તરવા દરિયો જવાના,
એને કહી દો ડુબાડવા અમને એ મથ્યા કરે નૈ.

આ દિલ મારું કરી લે છે પ્રીત ભીતર ને ભીતર,
એને કહી દો કરી પ્રીત ભીતર જ તૂટ્યા કરે નૈ.

આ છાતીમાં સ્વપ્નનો એક દીવો ઝબૂક્યા કરે છે,
એને કહી દો બુ઼ઝે કાં તો ઝબૂક્યા કરે નૈ.

આ શ્વાસમાં હું સમાવી લાવેલ છું એક આકાશ,
એને કહી દો મને બીક પાંજરાની આપ્યા કરે નૈ.

ઊંચી બધાથી જે હોયે એ ભીંત ભેદી શકું છું,
એને કહી દો કે આંખમાં ભીંત કોઈ ઊગ્યા કરે નૈ.

મેઘરાજસિંહ પરમાર

No comments:

Post a Comment