Thursday, 17 August 2017

ગીત


તું નાનો, હું મોટો -
એવો ખ્યાલ જગતનો ખોટો;
આ નાનો, આ મોટો-
એવો મૂરખ કરતા ગોટો.

ખારા જળનો દરિયો ભરીયો,
મીઠા જળનો લોટો;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે,
કેવો ગુલાબગોટો!
ઊંચા ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો?

મધ નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો,
તું નાનો, હું મોટો -
એવો ખ્યાલ જગતનો ખોટો.

પ્રેમશંકર ભટ્ટ

No comments:

Post a Comment