તો પછી આ લગાવ કોના છે ?*
શ્વાસ માહે પડાવ કોના છે ?
ઘાવ આપે એ શસ્ત્ર મારા નહીં ,
આવ પાસે , જણાવ , કોના છે .
'હું'થી 'હું'ને સ્વતંત્ર માન્યા પછી ,
આ બધા હાવભાવ કોનાં છે ?
તું પ્રતિકાર બાદમાં કરજે .
પૂછજે પેચદાવ કોનાં છે .
ઝૂલણા પર ઝૂલી જતો ક્હાનો,
તો રમલ ને કટાવ કોના છે ?
નેહા પુરોહિત
No comments:
Post a Comment