Friday, 18 August 2017

ગઝલ

મહેકી જવાની શરાફત નડે છે,
ફુલો ને સદા એ નજાકત નડે છે.

બહેકી ગયો હું વગર જામ સાકી,
શરાબી  નયન ની શરારત નડે છે .

નથી વાર આભે કદમ મૂકવાની,
મળી વારસે ઇ વિરાસત નડે છે.

નથી હાથ માં કોઇ બેડી લગાવી,
રચી જે કરમ ની કરામત નડે છે.

ન દરકાર બાજી ઇ હારી જવાની,
દગે પાડવા ની સિયાસત નડે છે.

                        નીતિન મહેતા
                        18/8/2017

No comments:

Post a Comment