Friday, 18 August 2017

ગઝલ


તરહી ગઝલ

ખંજરો વિશ્વાસના નામે તમે મારી ગયા,
આંખ મીંચીને તમારા પર અમે વારી ગયા.

ઉડવું મારે દૂર ગગને, આભના ઊંડાણમાં,
પાંખ ફૂટી ત્યાં જ જોયું કેદમાં આવી ગયા,

મોત માગે છે, ભરી કર્મો તણા કાદવ બધે,
બંગલાની આડમાં એ પ્રેમને દાબી ગયા

ચાલ તારી તો સમજ ના  આવતી ઓ બેવફા,
પ્રેમના એ ખેલની બાજી અમે હારી ગયા,

લાસ પર ફૂલો હતા કાગળ તના મૂકી ગયા,
જેમના માટે હતો આ જીવ એ મારી ગયા.

-સંદિપ ભાટીયા"કવિ"

No comments:

Post a Comment