Wednesday, 6 September 2017

ગઝલ

તાર મનનો છેડયોને, સૂર તાલે ડોલયાં
રાસ કાન્હા સંગ ખેલી, આમ ભૂલાતું હશે.

માધવેતો મોરલીના, સૂરની માયા રચી,
ગોપગોપી મોહિ પડ્યાં,  આમ મોહાતું હશે?

દર્દ આજે ઓળખી લે જાત નીચોવી હવે ,
મોત આવી ઉભશે, દ્વારે જ પડઘાતું હશે.

હાથ પકડી ચાલવુંને, કેમ ઘસડાતું હશે?
લ્યો બતાવું રાજ તારું એમ કઈ થાતું હશે.

રાખ કાજલ નામને,  રાધા કહી મીરા બને,
સ્નેહમાં શું ફર્ક પડશે, વ્હાલ છુંપાતું હશે?

"કાજલ"
કિરણ પિયુષ શાહ
06/09/17

No comments:

Post a Comment