સ્પર્શનો સોનેરી અવસર આપજે,
હૂંફને હૂંફાળો ઉત્તર આપજે.
વ્યક્ત થાઉં, હું જરા શબ્દો રુપે,
એક-બે એવા તું અક્ષર આપજે.
અંજલી તું આપજે અમૃત સમ,
ક્યાં કહું છું હું કે સાગર આપજે.
જળવિહોણી માછલી જેવી છું હું,
સ્વપ્નમાં આવે તો સરવર આપજે.
ફૂલ આપે તો મને એ રીતથી -
તું મને ફોરમથી સરભર આપજે.
દીપલ ઉપાધ્યાય *ફોરમ*
No comments:
Post a Comment