મન મેળામાં મ્હાલ્યું
ચકડોળે કેવું ઉમંગે ચડ્યું!
માનવો જ માનવો મેળે
મોજને આજ મજાનું ઠેકાણુ મળ્યું.
ઉત્સવપ્રિય જન: વાંચ્યું
આજ નઝરો નઝર ભાળ્યું.
હૈયે હૈયું હિલોળે ચઢ્યું
મોબાઈલ થી પર આજ માનવ મહેરામણ મળ્યું.
મેળાની મોજે એક સત્ય કડવું
મોતના કૂવે આજ ભાળ્યું.
ઝઝુમતી જિંદગીઓ મોત સાથે જોઈ
લાગ્યું આ પેટે ગઝબ કરતબ શીખવ્યું.
આખરે સમજાયું સત્ય "નીલ"
ડર માં મોત કરતા ભૂખે કૌવત દેખાડ્યું.
રચના: નિલેશ બગથરીયા
"નીલ"
Friday, 18 August 2017
અછાંદસ
Labels:
નિલેશ બગથરિયા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment