Friday, 18 August 2017

ગઝલ

સેલફોનમાં અખિલ બ્રહ્માંડ જોવાની મઝા આવે
અફાટ અંતર તો યે સહુને મળવાની મઝા આવે

સમાચાર પણ હવે ટચુકડા સ્ક્રીન પર ઝબુકતા
પેપર વાંચ્યા વગર બધું જાણવાની મઝા આવે

જ્ઞાન ગૂગલ પર સરળતાથી મળતું રહે
થોથા ઉથલાવ્યા વગર ભણવાની મઝા આવે

બાળ રામતોનો મોટો ખજાનો ખુલી ગયો
મેદાનમાં ગયા વગર રમવાની મઝા આવે

કોણ કહે છે માણસ માણસ વચ્ચે સંપર્ક ન રહ્યો
ઓન લાઇન જોઈ કુશળતા જાણવાની મઝા આવે

દિલીપ શાહ

No comments:

Post a Comment