***તું સપનામાં આવી ..! -પ્રકાશ પરમાર
આજે પાછી તું સપનામાં આવી ..!
માદક એવી મઘમઘ સુગંધ લાવી ..!
ઊંઘની એકલતામાં આમ જ પાડે તું ખલેલ
આવી વળગે એમ જાણે વૃક્ષને વળગે વેલ
શાંત બધીયે તંદ્રાને તેં ફૂંક મારી સળગાવી
આજે પાછી તું સપનામાં આવી ..!
માદક એવી મઘમઘ સુગંધ લાવી ..!
ગોટમોટ રજાઈની અંદર હુંફની તું સરવાણી
તારા વ્હાલનો દરિયો છલકે ચોગમ પાણીપાણી
ભીની એ સ્નેહાળ ક્ષણોમાં તનમનને પલળાવી
આજે પાછી તું સપનામાં આવી ..!
માદક એવી મઘમઘ સુગંધ લાવી ..!
(સુરત)
No comments:
Post a Comment