Thursday, 9 February 2017

અછાંદસ

*હેપી એનીવર્સરી મંથનભાઈ*

એક  દર્પણ  સમું  હોજો જીવન તમારું,
કંઈક પ્રેરણા દાયક હોજો જીવન તમારું.

જિંદગીનાં ચડાવ ઉતારમાં રહ્યા સાથે તમે,
એક,બે,ત્રણ નહીં, પૂરાં એકવીસ વીતાવ્યા સાથે તમે.
જિંદગીમાં ના હાર્યા, ના ડગ્યા,
બસ સાથે ચાલતાં રહ્યા, એક બીજાના સથવારે તમે.
ઘરની સ્ત્રીને લક્ષ્મી માનો છો તમે,
એટલે જ લાગો છો નારાયણ સમા તમે.
અખંડ સૌભાગ્યવતી રહે ભાભી,
ને,હસતાં રહો સદા ફૂલો સમા તમે.
દિલથી દુવા માંગીએ અમે,
એકવીસ નહીં, પૂરા સો વર્ષ વીતાવો સાથે તમે.
નાનેરાઓનો પ્રેમ અને મોટાના આશિર્વાદ મળતાં રહે તમને,
તેવી આજના દિવસે સહૃદય શુભેચ્છા પાઠવીએ અમે.

કાજલ કાંજિયા 'ફિઝા '
9/2/2017

No comments:

Post a Comment