પાંપણે ઢાળેલ શમણા કયાં જશે?
સ્વપ્નમાં ઝુરેલ રમણા ક્યાં જશે?
બાગમાં માળી હશે જો સંતરી,
તો ફૂલોને છોડી ભમરા ક્યાં જશે?
શિખરે થીજેલ સઘળો આ બરફ,
પીગળી વ્હેશે ના,ઝરણાં ક્યાં જશે?
ભીતરે લાવા સળગતો છે સદા,
આ તરસતી રેત,હરણાં ક્યાં જશે?
સાદ પાડે છે ગુફાઓ પણ હવે,
આ ગુફાને છોડી પડઘા ક્યાં જશે?
પૂર્ણિમા ભટ્ટ 'તૃષા"
No comments:
Post a Comment