૨૧ વર્ષનું સહજીવનનું વાસંતી કાવ્ય
++ નગ્ન સૌન્દર્ય ++
ઋતુરાજ તો વસંત છે પણ
મને ગમે છે પાનખર.
નગ્ન વૃક્ષો, નગ્ન ગગન
ને શશાંકના ધવલ કરોમાં ન્હાતું નગ્ન વન.
નગ્ન પશુ, પક્ષી ભાસે
ને
પિચ્છ ખેરવી નગ્ન મયુર,
મુજ પ્રિયાનો આમિષલચ્યો નગ્ન સ્કંધ
મુજ નગ્ન બગલમાં દબાવી
આહીસ્તા આહીસ્તા ડગ ભરું છું
નગ્ન વનમાં, નગ્ન રાતમાં
પ્રિયા ઉવાચ—
“આ પિત્તળ પર્ણ તમે જોયા?
ધરાને ઢાંકી રહ્યા છે
તમારા જેવા છે,
મારા પર એ વૈશાખી બપોરે છાયા બને છે.”
અહમ ઉવાચ –
“હાં, હું જ છું એ
મને એમજ રહેવા દે
આજે તારી નગ્ન પાની ચૂમું છું ને!”
મને ખુબ ગમે છે
નગ્ન વૃક્ષો, નગ્ન.....
ને આ નગ્ન ઋતુ...
તારી નગ્ન પાની પણ-
== મંથન ડીસાકર (સુરત)
Thursday, 9 February 2017
અછાંદસ
Labels:
મંથન ડીસાકર
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment