Friday, 18 August 2017

ગઝલ

શબ્દો મારાં સજાવુ અંતરના હાર્દમાં,
સમજી મારાં રચાવું અંતરના હાર્દમાં.

લખાણ હોઇ મુજ અંતરરિયાળનું,
અર્થ મારો સમજાવું અંતરના હાર્દમાં.

કંટક અને લાગણીનો છે સમન્વય,
અહંમ મારો સરખાવું અંતરના હાર્દમાં.

એ શાખ જયારે મારી બનશે જગતમાં,
મારી ભાષા પહેરાવુ અંતરના હાર્દમાં.

અંત અને આદિની બનશે ઓળખ,
મારી બની ઓળખાવું અંતરના હાર્દમાં.
પલ્લુ...

No comments:

Post a Comment