Friday, 18 August 2017

ગઝલ

ગઝલ
-------

હલાવ્યા તો અંદરથી હરિગીત લાગ્યા
પથ્થર પણ અમને પરિચિત લાગ્યા

કથા હો ગઝલની અગર ભાગવતની
સકળ  શબ્દ  અમને  પરીક્ષિત લાગ્યા

અમે  એક  ચંદરવો  બાંધ્યો છે ભીતર
ઉપર   આસમાનો  અતિરિક્ત લાગ્યાં

બધી  ચોકીઓ  ના  વટાવી   શકાઈ
અમે  પણ  અમોને  અવિજિત લાગ્યા

હવાનો  ઉતારો  કહો  કોને ત્યાં છે ?
કહો   કેમ  વૃક્ષો  અનિરણીત  લાગ્યાં

.. સુરેન્દ્ર કડિયા

No comments:

Post a Comment