Monday, 16 January 2017

ગઝલ

અસ્તિત્વ સ્ત્રી નું

હું ગોતું તને ક્યાંય તું ના જડે.
અસ્તિત્વ રઝળી પડ્યું મારૂ
વિસર્જન છતાં શોધું લપાતી આંખે,
હવાતીયા મારુ અહેસાસ ને બચાવવા,
ફંગાળાયેલી મારી મહેચ્છા ઓને ધરબી દીધી.
સપનાં ની પાંખો ફેલાતાં પહેલાં,
ફફડી ફફડી ને સ્ખલન થઈ ગયું તેનું.
ઇચ્છાઓની જીવતી લાશ ને લઈ
ભગ્ન હૃદયે તેનું તર્પણ કર્યું
બુકાની પહેરી આચંળો ઓઢયો આડબંર નો
ભડભડ બળે પ્રજ્વલિત મારી લાગણીઓ
વગર વાંકે દડદડ વહેરાય મારા આસું
છાનાં ડૂસકાંને  કેમ કરી સમજાવું?

યશવી

No comments:

Post a Comment