Monday, 16 January 2017

ગીત

કૃષ્ણની વેદના.....

મીરાંનું દર્દ મને આપો ઉધાર....
        મારું મોરપીંછ બદલામા રાખો...
ગોકુળ,મથુરા ને વૃંદાવન આખું યે
        સઘળું મેવાડ કરી આપો.....
        કોઈ મીરાંનું દર્દ મને આપો...

ઘૂંઘટ ઓઢીને મીરાં સગપણના સેતુએ, પરણી ગઈ રાણાની સાથે
મેરે તો ગિરધર ગોપાલ ગાય મધરાતે
જગની મોકાણ લીધીમાથે

સાધુઓ સંગ મીરાં હેલે ચઢી છે
        કહે,' માધવની પ્રીત મારી ચાખો'
        કોઈ મીરાંનું દર્દ મને આપો

બદનામી,કાવતરા,હડસેલા ઓઢીને,
શાને રટે છે મારું નામ તું,
સોળહજાર રાણીઓનો એકલો હું સ્વામી,
ને તોય મન તારામાં ભમતુ

એકવાર મીરાંની આંખોમાં ઊતરી ને.....
       પીવાદો દિલનો ઝુરાપો.....
       કોઈ મીરાંનું દર્દ મને આપો

....વર્ષા પ્રજાપતિ 'ઝરમર'

No comments:

Post a Comment