સિગ્નલ પર ગાડી મારી થોભી
ને આસપાસ રચાઈ ગયું વમળ
મારી પોશ કારનો કેફ ગરમ
ઠકઠક અવાજ બારીના કાચ પર
ને જોઉં તો
કરચલીઓ ના માળામાં વસેલું વૃદ્ધ શરીર
ધોમધખતા સુરજ કરતા યે
દઝાડતા આંખ ના ગોખલાંના ટમટમતા દીવા
ઠેકઠેકાણે જીર્ણ શીર્ણ થયેલી ઈચ્છા ઓની સાડી
એણે આગળ કરેલો હાથ મને પુછે
શું ફરક છે તારા ને મારા રુધિર માં?
કયા અલગ હતાં એ મુર્હત
વિધાતા ને લખવા લેખ?
મારી જવાબની ઝોળી ખાલી
ને મારી પોશ કારનો કેફ ઠંડોગાર......
માના વ્યાસ.
No comments:
Post a Comment