Tuesday, 10 October 2017

ગઝલ

શું કરે બિચારાઓ
આંસુ રોકનારાઓ.

આંસુ પર હસી લેશે
આંસુ સારનારાઓ.

ડંખ દઇ ગયા લાખો
મીઠું બોલનારાઓ.

ખુદ બળી ગયા આજે
આગ ઠારનારાઓ.

અંતરાલ  મંઝીલમાં
થઇ પડ્યાં ઉતારાઓ.

દૂર કેમ લાગે છે
પાસના કિનારાઓ.

ખુદ બની ગયા વિવશ
કોઇના સહારાઓ.

ઠીક છે નથી ખોટા
સ્વપ્નનાં મિનારાઓ.

રક્ષા

No comments:

Post a Comment