શબ્દ વિસરાયા પણ પડઘમ હજુ સુધી
રામ-રાવણ, સૌ રમે ગામ હજુ સુધી.
રોજ દર્પણમાં વદન મોસમ બદલે,
ભીતર સુતો એમનમ ઇસમ હજુ સુધી
ઘાવ હજુ રુજ્યા નથી ને સમસ્ત જન,
મરચું છાંટે ગુમસુમ દમામ હજુ સુધી
વાંસળીનો સૂર ગુંજે ગલી ગલી,
કૃષ્ણનો ચોતરફ ઇતમામ હજુ સુધી
આંગણેથી કબુતર ઉડી ગયું, હવે,
સંભળાયે પાયલ છમછમ હજુ સુધી
માટ આખી છે ભરી ગોરસ છલ'તી,
વાટ દેખે એક શબ ,સિતમ હજુ સુધી
સુનિતા કંઝારિયા
No comments:
Post a Comment