Tuesday, 10 October 2017

गझल

શ્વાસ પણ કેવા મુલાયમ હજુ સુધી !
કેટલા તડપાવશે ગમ હજુ સુધી !

પ્રીતની ખલકત નિરુપમ હજુ સુધી !
દર્દ પણ બે ચાર ધરખમ હજુ સુધી !

જિંદગી તારી દિવાની હું એટલી,
જખ્મ છે લીલેર પણ ભ્રમ હજુ સુધી !

જે મિલનની ભસ્મ ચોળી કપાળ પર,
એ ગુલાબી તોર ચોગમ હજુ સુધી !

કોણ એ ચૂંટી ગયું નૂર બાગનું ?
શ્રેષ્ઠ ઘટનાની ય સોડમ હજુ સુધી !

દીવડો મોઝાર પણ એ ઉજાસ ક્યાં ?
છજ્ઞ્નવેશી રાત અણનમ હજુ સુધી !

હસ્તરેખાઓ પડી એ વિચારમાં,
આદમી છે કેમ મક્કમ હજુ સુધી !
Dt : 10/10/2017.      * નિશિ *

No comments:

Post a Comment