Tuesday, 10 October 2017

गझल

ગુંજતી માંહે છે સરગમ હજુ સુધી,
યાદ ના વાગે છે પડઘમ હજુ સુધી.

આંખથી થાતી રહે આપ લે કદી ,
સ્નેહની વાતો છે મોઘમ હજુ સુધી.

મૌન મારું તોડવાનું શક્ય નથી,
ચાહવામાં પણ છે જોખમ હજુ સુધી.

મ્હેક રગરગમાં મચાવે છે ખળભળી,
ભીતરી આવે છે ફોરમ હજુ સુધી.

રાહ નીહારે આજ આંખો અશ્રુ ભરી,
સ્થાન હૈયામાં છે અણનમ હજુ સુધી.

કીર્તિ રાઠોડ "ક્રિતી"

No comments:

Post a Comment