Tuesday, 10 October 2017

ગઝલ


ઘણાં દુઃખ ને સુખ વહેંચે ટપાલી
સ્વયંના જ આંસુ છુપાવે ટપાલી

કરે વાત પત્રોની સાથે એ કાયમ
કશું કોઈને ક્યાં કહે છે ટપાલી?

બગલથેલો એનો ખચોખચ ભરેલો
ને ખાલીપો ખંભે છે પાળે ટપાલી

હજી ક્યાંક મરિયમના કપરાં વિરહમાં
તરસતાં નયનને છે વાંચે ટપાલી

ઘણી આંધળી માનાં કાગળને લખતાં
આ ખારા સમંદરને ચાખે ટપાલી.

© *જુગલ દરજી*

No comments:

Post a Comment