પાછો મળતો નથી !!
એકવાર વૃઘ્ધત્વ સાંપડ્યા
પછી જો બાળપણ ના વિચારો
આસપાસ રમે !
યુવાની ના પ્રેમ ના દિવસો
વસંત બની ગીત ગાય !
પ્રેયસી સંગેની
ગઝલ તાજી થાય ,
આહા .........
એવા તો
ઘણાય સ્મરણો આંખમાં આવે ,
પણ હાથમાં ન આવે !
સમણું બની અદશ્ય થઈ જાય ,
ભૂતકાળનું મૃગજળ આગળ
આવી ઊભુ રહે ,
અરે લેખ પર મેખ મરાઈ જાય !
પણ
એકવાર વીતી ગયેલો સમય
કદી
પાછો મળતો નથી !!
અંશ ખીંમતવી
No comments:
Post a Comment