Tuesday, 10 October 2017

गझल

ખૂબ દીધા ફૂલ ફોરમ હજુ સુધી,
ત્યાં જ ઈશારા છે મોઘમ હજુ સુધી.

રાસ રમતા રાત વીતી ગઈ હવે,
નાચતી ગોરી કે છમછમ હજુ સુધી.

વાનગીઓ પીરસાઈ નવી નવી,
ઉઠતી એની જ સોડમ હજુ સુધી.

કાળ રાત્રી આવતી ત્યાં ખબર ફરી,
કોણ સાથે આવશે ભ્રમ હજુ સુધી.

પ્પારને આ લાગણી ખાસ વાત છે,
ઊંઘ કાજલ જાય હરદમ હજુ સુધી.

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૦/૧૦/૧૭

No comments:

Post a Comment