Tuesday, 10 October 2017

शीला महेता

તરહી ગઝલ

લાલચો લાખો મને છો અડે નડે, 
મેં ય તો છોડ્યું નથી અહમ હજુ સુધી.
  
નાવડી સૌની સદા પાર એ કરે, 
ઓળખાયો કો' ન માલમ હજુ સુધી.

તારલા આકાશમાંથી ખરે કદિ,
મુજ માગણીની ન મૌસમ હજુ સુધી

માગવું ન જોઈએ ઈશથી સદા,
છે ન કોઈ દાની એ સમ હજુ સુધી.

કર્મનો સિદ્ધાંત જુઠો નહિં કદિ, 
કેમ ના સમજાય આગમ હજુ સુધી ?

શીલા મહેતા ( શબ્દ શિલ્પી  )

No comments:

Post a Comment