ગઝલ
શ્ર્વાસમાં સંભળાય સરગમ હજુ સુધી,
ભીતરે પથરાય સોડમ હજુ સુધી.
ફૂલના સામ્રાજ્યમાં છે ચરણ છતાં,
કંટકોનું દોસ્ત, જોખમ હજુ સુધી.
કોઇ તો પડઘાય છે રોમરોમમાં-
ને ઇશારો થાય મોઘમ હજુ સુધી.
છે દવામાં પણ હ્રદયની દુઅા ભળી
અેટલે છું સ્વસ્થ અણનમ હજુ સુધી.
મૌન પાસે કાન રાખ્યા કદીક,પણ-
મન્દ્રમાં સંભળાય સોહમ હજુ સુધી.
જિજ્ઞા ત્રિવેદી
No comments:
Post a Comment