Tuesday, 10 October 2017

गजल

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
       
                    
           તરહી શેઅર

      બાગમાં ટહુકો છે ચોગમ હજુ સુધી,
       વાયરે વાગે છે પડઘમ હજુ સુધી.
      
    (ગાલગાગા ગાલગાગા  લગાલગા)

યાદની તો એજ મૌસમ હજુ સુધી,
નામ તારું છે જ અણનમ હજુ સુધી.

કાળજી રાખો ઘણી તોય ભૂલતી,
લાગણીની આજ સરગમ હજુ સુધી.

રામસીતા યુગની વાત, રીત એ,
રાક્ષસો હાર્યા ,નરાધમ હજુ સુધી.

ધારણા એવી કરે હાર જીતની,
હાર સાથે થાય પડઘમ હજુ સુધી.

ખોલ ત્રીજું નેત્ર તારું શિવમ હવે,
સાથ પૂરો માંગુ બમબમ હજુ સુધી.

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૧૦/૧૦/૧૭

No comments:

Post a Comment