Tuesday, 10 October 2017

ગઝલ

ગાલગાગા ગાલગાગા   લગાલગા

સાવ સૂક્કો સાદ ચોગમ હજી સુધી
ઝાંઝવાના એજ પડઘમ હજી સુધી

રોજ ઉગતો સૂર્ય ઓઢી તિમિર અહીં
એજ વસમી  રાત માજમ હજી સુધી

સુખ ઉભુ છે રાહ જોઈ કતારમાં
દુ:ખ રમે છે ખેલ અણનમ હજી સુધી

ના કબૂલાઈ દુઆ એજ પાક છે
આંખના આ અશ્રુ ઝમઝમ હજી સુધી

ક્યા હ્રદય ઢોળ્યુ અમે એમની કને?
વાત છે અકબંધ મોઘમ હજી સુધી

# કિરણ જોગીદાસ

No comments:

Post a Comment