Tuesday, 10 October 2017

गझल

કેમ રે! વિસરાય ફોરમ હજુ સુધી,
યાદના પડઘા છે ચોગમ હજુ સુધી.

મૌનમાં શબ્દો હતાં કંઇ કેટલાં!!
આંખની  ભાષા છે મોઘમ હજુ સુધી.

તું મળે, દિલમાં વછૂટે જો લાગણી,
તરબતર છે સ્નેહ સોડમ હજુ સુધી

નામ તારું સાંભળું, ઊર્મિ ઉછળતી!
શ્વાસમાં વ્હેતી જો સરગમ હજુ સુધી.

તું નથી, સુમસામ દોડે છે જિંદગી,
ને છતાં શ્વાસો છે અણનમહજુ સુધી!!!

કાળમીંઢા,માનવી સૌ ઘુવડ સમા,
શેં ટક્યો આ ખોખલો ભ્રમ હજુ સુધી.

શૂન્યતા વાતાવરણમાં જો તગતગે!!
ને હવા વેરાન, ભરખમ, હજુ સુધી

મસ્તમૌલા થઇ ને જીવી લઈ જરી,
પળમાં છે જીવંત મોસમ હજુ સુધી.
ડો જિજ્ઞાસા

No comments:

Post a Comment