રહેવા દો જેમ તેમ એ in shape ના કરો
અસ્તિત્વ ચૂંથી પીંખી વધું scrap ના કરો.
કંઈપણ ફીરોતીમા હવે પામી શકો નહીં;
ખુદથી મને તમે ફરી kidnap ના કરો.
થઇ જાય hang મારું હદય જે વિચારથી;
Install એવી કોઈ નવી app ના કરો.
વર્ષો હદયમાં સંઘરી રાખી mummy રુપે;
દઈ સ્પર્શ આજ લાગણી unwrap ના કરો.
પહોંચી નહીં શકો હવે 'સર્જક' હદય સુધી;
સંબંધ નામનો કોઈ use map ના કરો.
સર્જક
No comments:
Post a Comment