Wednesday, 11 October 2017

ગઝલ

ગઝલ

અહેસાસના ઉજાસે મળતા રહ્યા જે સમજુ
લ્યો ,એકમેક ખાતર છૂટા પડ્યા એ સમજુ !

પીતાં રહે છે હરદમ એ પીડને છતાં પણ
ફરવાનું હસતાં મોઢે શીખી રહ્યા છે સમજુ

ભટકી જવાય એવા મારગ ઉપર હતાં, પણ
આગળ જવાને કાજે અટકી ગયા બે સમજુ !

છે શ્રેષ્ઠતમ સમર્પણ, પાકિઝગી યે કેવી
ના ઝંખતા કશુંયે એ નાસમજ કે સમજુ ?!

ભૂલી જશું..ને એવું, કહેતા તો કહી ગયા પણ..
છે શક્યતા નહિવત ભૂલી ગયા રે સમજુ !

- શબનમ

No comments:

Post a Comment