Wednesday, 11 October 2017

ગઝલ

વળાંકો,વિસામા..વિગતવાર કહેજો,
સફરનાં ઉધામા વિગતવાર કહેજો.

પ્રથમ કૃષ્ણને વર્ણવો છો ભલે પણ,
પછી તો સુદામા વિગતવાર કહેજો !

કઈ લાગણીથી દઝાયા, ન કહેતા,
પરંતુ ચકામા વિગતવાર કહેજો.

પળેપળ પ્રપંચો કર્યા છે જીવનભર,
બધા કારનામા વિગતવાર કહેજો.

અહીં કોઈને જે ન ક્હેવાયું એ, ત્યાં-
ભરેલી સભામાં વિગતવાર કહેજો.

  ~ ડૉ. મનોજ જોશી 'મન'
           ( જામનગર )

No comments:

Post a Comment