દિલને ક્યાં છોડે, નકાબ ઓઢે આ ચહેરા.
હિસાબ કિતાબે, નકાબ ઓઢે આ ચહેરા.
બહું ભારે પડે આ ભાર, વેરઝેર કરીને
સ્વપ્નમાં સરીને, નકાબ ઓઢે આ ચહેરા.
ઝુઠ્ઠા સૌ, હિબકા ભરતી લાગણીઓના
લાભ ખાંટી સંબંધે, નકાબ ઓઢે આ ચહેરા.
ઢોંગીનો સુરજ આથમી ઢળી વળશે,
સહું ચહેરે મોહેેરે, નકાબ ઓઢે આ ચહેરા.
રુહનો એ ખૂણે ખૂણો જો કિસ્મત શોધે,
સપ્ત રંગી આંખે, નકાબ ઓઢે આ ચહેરા.
આરતીસોની રુહાના
No comments:
Post a Comment