Friday, 14 July 2017

કાવ્ય

માણસ જીવતો

સુખના અરમાન લઈ માણસ જીવતો,               
મળે નિરાશા  તોય માણસ જીવતો.
હમણાં મારો દાવ આવશે રમતમાં ,
એ આશાએ  બાળક જીવતો.
કાલે સારી  નોકરી મળશે મને,
એ આશાએ યુવાન જીવતો.
દીકરો સારી સેવા કરશે અમારી,
એ આશાએ બાપ જીવતો.
ખેતર તરબોળ કરશે મેઘ,
એ આશાએ ખેડૂત જીવતો.
જુગારનો દાવ આવે મારો,
એ આશાએ જુગારી જીવતો.
કાલે દળદર ફીટશે મારું,
એ આશાએ ગરીબ જીવતો.
કાલે રાજ-ખુરશી મળશે મને,
આશાએ રાજકારણી જીવતો.
સદા કામ કરશે દીકરો મારો,
એ આશાએ ભગવાન જીવતો.
આશા હંમેશા નીકળે ઠગારી,
તોય આશાએ માણસ જીવતો.

                રઘુવીર પટેલ “જિગર”(ભજપુરા)

No comments:

Post a Comment